ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના 64માં નિર્વાણ દિને જેતપુર શહેર તેમજ તાલુકા OBC,SC, ST અને બૌદ્ધ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
![]() |
| કેન્ડલ માર્ચ |
જેમાં જેતપુર શહેર તાલુકાના દરેક સમાજના લોકોએ ભાગ લઈ શ્રદ્ધાંજલિ આપી હતી. દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનનાર હૈદરાબાદના મહિલા પશુ ડોક્ટર દિશાને પણ સાથે સાથે યાદ કરવામાં આવ્યા હતા
તથા તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અલગ અલગ સમાજના આગેવાનો તેમજ જેતપુર સિવિલ હોસ્પિટલ સ્ટાફે પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
![]() |
| બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા યુવાનો |
સાંજના સમયે અસંખ્ય મીણબત્તીઓ જ્યારે બાબાબસાહેબની પ્રતિમા તરફ આગળ કરી હતી ત્યારે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા અને જાણે બાબા સાહેબ આંબેડકર તેમજ ડો.દિશા ને પ્રત્યક્ષ શ્રદ્ધાંજલિ સમર્પિત થતી હોય તેવો માહોલ બન્યો હતો.
આ આયોજને સફળ બનાવવા જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતિ અને બૌદ્ધ સમાજના આગેવાનોના માર્ગદર્શન અને સહકારથી યુવા આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આવનાર કાર્યક્રમોમાં વધુમાં વધુ યુવાનોને જોડાવવા આહવાન કર્યું હતું.



