ડૉ આંબેડકરના 64માં મહાપરિનિર્વાણ દિવસે કોઠારીયા ગામમાં બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા

બાબાસાહેબ ડો. આંબેડકરના 64માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે રાજકોટના કોઠારિયા ગામ ખાતે, 
તા. 06 ડિસેમ્બર 2019 ના રોજ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 





સમગ્ર કોઠારિયા ગામના લોકો એ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરી યાદ કર્યા હતા. આ તકે આ કાર્યક્રમમાં કોઠારીયા ગામના લોકો આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



સાથે સાથે રાજકોટના દૈનિક અખબાર ચક્રવાતના સહતંત્રી તેમજ સામાજિક કાર્યકર્તા સમ્રાટ બૌદ્ધ, દર્શિત કંટારીયા, હેમંત ચાંડપા સહિતના કાર્યકર્તા મિત્રોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.



અને ત્યાંના સ્થાનિક લોકોને બાબાસાહેબના સંઘર્ષો તેમની મહાનતાઓ તેમજ સંવિધાન વિશેની માહિતી આપી હતી. આ તકે બીજા આગેવાનો પણ આ કાર્યક્રમમાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયાસો કર્યા હતા.



આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકલક્ષી કાર્યને બિરદાવ્યું હતું.


અહેવાલ દિનેશકુમાર રાઠોડ (Jetpur)