જેતપુર (રાજકોટ): ST ને અઢળક કમાણી આપતા મુસાફરોને ઇન્ક્વાયરી માટે વાંકુ તો વળવું જ પડશે? જી હા, GSRTC ના જૂનાગઢ વિભાગના જેતપુર બસ સ્ટેશનમાં જશો ત્યારે બસની ઇન્ક્વાયરી માટે તમારે વાંકુ તો વળવું જ પડશે,
આ કોઈ ઓફિશિયલ નિયમ નથી, પણ મુસાફરો ને જેતપુર બસ સ્ટેશનમાં સુવિધા ને બદલે દુવિધા આપવામાં આવી રહી છે.
જેમાં ની ઇન્ક્વાયરી વિન્ડોએ મુસાફરો વ્યવસ્થિત ઊભા રહીને ઇન્ક્વાયરી નથી કરી શકતા જેની જગ્યાએ મુસાફરોએ વાંકા વળીને ઇન્ક્વાયરી ફરજિયાત કરવી પડે છે.
અત્યારે 2026 નું વર્ષ ચાલુ છે, ત્યારે આ ઇન્ક્વાયરી વિન્ડો સામંતશાહીની ઝલક અહીં જેતપુર ST બસ સ્ટેશનમાં આપી રહી છે.
