મા સરસ્વતીમાતાનું પૂજન અર્ચન કરવાથી આપણી દુર્બુદ્ધિ નાશ થઈ સદબુધ્ધિ પ્રાપ્ત થાય છે, વિદ્યાની દેવી મા સરસ્વતી પૂજન સાથે પરિવારમાં પ્રેમ, હુંક, વડીલોનો આદર, બાળકોનો પ્યાર, નીતિમય જીવન, ધર્મ પ્રત્યે શ્રધ્ધા આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, પ્રવર્તમાન સમયમાં બાળક ફેમિલી અને સોસાયટીથી વિમુખ થયેલ છે.
અને સોશ્યિલ મિડીયાના અતિરેકથી કુંટુંબ ભાવના અને માતાપિતાના આદરથી દૂર ચાલ્યું ગયું છે, ત્યારે વિસરાતી વિરાસત સમી અને લુપ્ત થતી કૌટુંબિક ભાવનાને ઉજાગર કરતો વૈદીક સંસ્કૃતિ સાથેના આ સરસ્વતી વંદના અને માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ એસપીવીએસ કેમ્પસમાં વૈદિક રીતે ભાઈ રમેશભાઈ ઓઝાની સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદરમાં પ્રશિક્ષિત થયેલ ભાઈશ્રીના શિષ્ય આચાર્ય રાકેશ પાઠક દ્વારા એસપીવીએસ કેમ્પસમાં કુદરતી અલૌકિક વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો.
આ સાથે કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ બિઝનેસ સ્ટાર્ટ અપથી તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાની તક મળી તેઓએ પોતાની સૂઝબૂઝથી ખાણીપીણી તથા દૈનિક જરૂરીયાતની વપરાશની વસ્તુઓના સ્ટોર રાખી વ્યવસાય કેમ કરવો તેનું જ્ઞાન પ્રાપ્ત થયું,
સાથે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ સાયન્સને લગતા પ્રોજેક્ટ તૈયાર કરેલ તદુપરાંત ગત વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ નર્સરી થી 12 સુધીના એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શીલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં હાજર રહેલ બે હજારથી વધુ વાલીઓ તથા વિદ્યાર્થીઓ ભાવવિભોર થઈ અશ્રુભરી આંખો સાથે આ ભુલાતી જતી વિરાસતને ઉજાગર કરવા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ ભુવા તથા સીઈઓ જયવીરભાઈ ભુવાએ બિરદાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રેસિડેન્ટ ઇંગ્લિશ સ્કૂલના એચઓડી સંદીપભાઈ ભટ્ટીએ કર્યું હતું તથા કાર્યકર્મને અનુરૂપ પ્રવચન કેડી સાહેબે કર્યું હતું.
કાર્યક્રમના અંતે એમ.બી.ચોવટીયાએ વાલીઓ,મહેમાનો તથા વિદ્યાર્થીઓ તેમજ મહેમાનો આભાર વ્યક્ત કર્યો હતો.
