જેતપુર: નિવૃત કર્મચારી પેન્શન મંડળ દ્વારા 'વેલીડેશન એકટ' પરત ખેંચોની કરી માગ

રાજકોટઃ જેતપુર તાલુકા નિવૃત કર્મચારી પેન્શન મંડળ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મંજુર થયેલ નાણા વિધેયક 2025 અન્વયે પસાર થયેલ વેલીડેશન એકટ પરત ખેંચવા બાબતે જેતપુર મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.


જેતપુર તાલુકા નિવૃત કર્મચારી પેન્શન મંડળ દ્વારા નીચે મુજબ રજૂઆત કરવામાં આવી હતી

રાજકોટઃ જેતપુર તાલુકા નિવૃત કર્મચારી પેન્શન મંડળ દ્વારા જેતપુર મામલતદાર ને રજૂઆત કરતા જણાવેલ કે, કેન્દ્ર સરકાર દ્વારા ગત નાણાકિય વર્ષ દરમિયાન નાણાબીલ 2025 પસાર કરેલ છે. 

જે અંતર્ગત પરિશિષ્ઠમાં વેલીડેશન એકટ જોડીને આ બિલ અચાનક અને ઉતાવળમાં રજુ કરી પસાર કરવામાં આવેલ છે. 

આ કાયદાના કારણે ભવિષ્યમાં તમામ પેન્શનરોને સમયના આધારે અથવા અન્ય કોઈ આધાર લઈ સરકાર એક અથવા એકથી વધારે ભાગોમાં વહેંચી અને તેને મળતા લાભોમાં ભેદભાવ ઉભો કરી શકે તેમ છે. 

જેનાથી તમામ પેન્શનરોને મોટુ નુકશાન સહન કરવાનો સમય આવે તેવો ભય છે. 


આ બિલ રદ કરવા અગાઉ ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશને જિલ્લા કલેકટરો મારફત સરકારને આવેદનપત્રો પાઠવેલ હતા. પરંતુ અમારી માંગણી ધ્યાને લેવામાં આવેલ નથી. 

તો આપને આ આવેદન મારફત ફરી નમ્ર રજુઆત કરવામાં આવે છે કે પેન્શનરોના હિતોને નુકશાન કર્તા ઉપરોકત કાયદો તાત્કાલીક ધોરણે નાબુદ કરવા યોગ્ય કરવા અમારી નમ્ર અરજ છે.