ઉત્તરપ્રદેશ: સુશ્રી માયાવતીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને માગ આ કરી હતી. રાષ્ટ્રપતિને લખેલા પત્રમાંં તેમણે લખ્યું કે, દિલ્હીમાં વર્ષ 1984માં જે પ્રકારના રમખાણો થયા હતા, થોડા દિવસ પહેલા દિલ્હીમાં તેવા પ્રકારના રમખાણો થયા છે.
આ રમખાણોમાં જાનમાલનું જંગી નુકસાન થયુ છે.દિલ્હીમાં અત્યાર સુધીમાં 39 લોકોના મુત્યુ થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે.
માયાવતીએ રાષ્ટ્રપતિને પત્ર લખી માગ કરી કે, આ તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની દેખરેખ હેઠળ થવી જોઈએ, જેથી તપાસનો સાચો અર્થ સમજી શકાય.
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આ હિંસાની ઉચ્ચકક્ષાએ ન્યાયીક તપાસની માગ કરી
માયાવતીએ જણાવ્યું કે, આખા દેશે જોયુ અને મહેસુસ કર્યુ છે કે, ભાજપની સરકાર તેમની કાનુની અને બંધારણીય જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઈ છે.
દિલ્હીમાં 1984ના શીખ વિરોધી રમખાણોની ખરાબ પ્રતીષ્ઠાને ધોવા માટે રમખાણોની આ ઘટનાઓની ઉચ્ચ કક્ષાની ન્યાયીક તપાસ થવી જોઈએ.
રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ
જેતપુર, જી. રાજકોટ
મો- 98799 14491

