તા. 21.07.'25, ઉપલેટા, રાજકોટ: LCB રાજકોટ રૂરલ (ગુજરાત પોલીસ)ના પોલીસ ઇન્સપેક્ટર વી.વી. ઓડેદરા દ્વારા મીડિયા ને આપવામાં આવેલ પ્રેસનોટ નીચે મુજબ છે.
ઉપલેટા પો.સ્ટે. વિસ્તારમાં મુરખડા ગામના પાટીયા પાસે આવેલ દેસાઇ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમા થયેલ મગફળીની ૨૮૦ ગુણીની ચોરીનો ભેદ ઉકેલી ૪ આરોપીઓને ફૂલ રૂ. ૧૮,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય રાજકોટ.
ગઇકાલ તા.૨૦/૦૭/૨૦૨૫ ના રોજ યોગેશ ધીરજલાલ દેસાઇ રહે. ઉપલેટા જનકપુરી સોસાયટી વાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, ગઇ તા ૧૬/૦૭/૨૦૨૫ ના રાતના આશરે અગ્યારેક વાગ્યાના અરસામા પોતાના ઉપલેટા પોરબંદર નેશનલ હાઇવે રોડ પર મુરખડા ગામના પાટીયા પાસે આવેલ ગોડાઉનનુ તાળુ તોડી ગોડાઉનમાં રાખેલ મગફળીની ગુણી નંગ ૨૮૦ કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય.
જે ચોર ઇસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા પોતાની ફરીયાદ જાહેર કરતા ઉપલેટા પો.સ્ટે. પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૧૩૦૬૪૨૫૨૫૦૫૧૭/૨૦૨૫ BNS કલમ ૩૩૧(૪), ૩૦૫ મુજબ નો ગુન્હો દાખલ થયેલ હતો.
ઉપરોક્ત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ, રાજકોટના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ એ ઉપરોક્ત ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હામા સંડોવાયેલ ઇસમો આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હોય.
જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો કાર્યરત હતી.
એ દરમ્યાન એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા તથા પો.હેઙકોન્સ કૌશીકભાઇ જોષી તથા અરવિંદસિંહ જાડેજા ને મળેલ સંયુક્ત હકીકત આધારે આ કામે આરોપીઓને ગુન્હામા ઉપયોગમા લેધેલ વાહનની eGujCop તથા,
pocket-Cop થી ઓળખ કરી આરોપીઓએ મગફળી વેચાણ કરી મેળવેલ રોકડ રકમ સહીત ફૂલ રૂ. ૧૮,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
•અટક કરેલ આરોપીઓ
(૧) સીકંદર ઉર્ફ સીકલો ઇસ્માઇલભાઇ સમા રહે. ભાયાવદર હોળીધાર તા ઉપલેટા મુળ ગામ બાબરીયા તા લાલપુર જી જામનગર
(૨) ઇમરાન કાસમભાઇ હમીરાણી રહે. કાલાવડ ઝમઝમ પાર્ક તા કાલાવડ મુળ ગામ ગજેણા તા લાલપુર જી જામનગર
(૩) આશીફ કાસમભાઇ હમીરાણી રહે. જામનગર બેડેશ્વર વિસ્તાર પાણાખાણ મુળ ગામ ગજેણા તા લાલપુર જી જામનગર
(૪) મોહસીન ઇબ્રમહીમભાઇ નંગામરા રહે. ગામ જોડીયાભુંગા તા.જી. જામનગર
•કબ્જે કરેલ મુદામાલ
(૧) રોકડ રૂ. ૨,૩૬,૦૦૦/-
(૨) અશોક લેલેન્ડ ટ્રક રજી નંબર GJ 02 Z 0336 કી.રૂ. ૧૦,૦૦,000/-
(૩) મારૂતી સુઝુકી બલેનો કાર રજી નંબર GJ 01 KY 6092 કી.રૂ. ૫,૦૦,૦૦૦/-
(૪) હોન્ડા સાઇન મો.સા. રજી નંબર GJ 10 ED 5466 કી.રૂ. ૫૦,૦૦૦/-
(૫) મોબાઇલ ફોન નંગ ૪ કી રૂ. ૫૯,૦૦૦/- ફૂલ મુદામાલ કી.રૂ. ૧૮,૪૫,૦૦૦/-
•આરોપીઓએ આપેલ કબુલાત:
આ કામે આરોપી સીકંદર ઉર્ફ સીકલો ઇસ્માઇલભાઇ સમા રહે. ભાયાવદર, અગાઉ દેસાઇ ઇન્ડસટ્રીઝમાં મહેતાજી તરીકે નોકરી કરતો હોય, પરંતુ દોઢેક મહીના પહેલા કોઇ કારણસર પોતાના શેઠ યોગેશભાઇ સાથે મનદૂખ થતા શેઠે પોતાને નોકરીમાંથી કાઢી મુકેલ હોય જેનો ખાર રાખી આર્થીક લાભ મેળવવામાટે સીકંદરે પોતાના ઉપરોક્ત મિત્રોને સાથે રાખી ગોડાઉનમાંથી મગફળીની ચોરી કરી મગફળી જામનગર ખાતે ઇન્ડીયન મીલમા વેચાણ કરી દીધેલની કબુલાત આપેલ છે. ( ઉપલેટા પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૧૩૦૬૪૨૫૨૫૦૫૧૭/૨૦૨૫ BNS કલમ ૩૩૧(૪), ૩૦૫ મુજબ)
•કામગીરી કરનાર ટીમ:
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઇન્સપેકટર વી.વી. ઓડેદરા, પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અનિલભાઇ બડદોકીયા, શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા તથા પો.હેડકોન્સ અરવિંદસિંહ જાડેજા તથા કૌશીકભાઇ જોષી તથા પો.કોન્સ મીરલભાઇ ચંદ્રવાડીયા તથા પો.હેડકોન્સ દીવ્યેશભાઈ સુવા, નીલેશભાઇ ડાંગર, હરેશભાઇ પરમાર, રાજુભાળ સાંબડા તથા ડ્રા. પો.કોન્સ અબ્દુલભાઇ શેખ.
