જેતપુર: પરિવારથી વિખૂટા પડેલા બાળકને પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

જેતપુર (રાજકોટ): તા. 23.07.'25, જેતપુર સિટી પોલીસ દ્વારા મીડિયા ને આપવામાં આવેલ પ્રેસનોટ નીચે મુજબ છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા જેતપુર વિભાગના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ. વી.એમ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ રાણાભાઇ ભોજાભાઇ વકાતરને મળેલ હકિકત આધારે પોતાના પરીવારથી વિખૂટું પડી ગયેલ બાળક મહમદ અશરફભાઇ ડેલા, રહે. જેતપુર, તા. જેતપુર જી. રાજકોટવાળાને હ્યુમન સોર્સથી જૂનાગઢ ખાતેથી શોધી કાઢી તેના વાલી-વારસ સાથે મીલન કરાવી તેને સોપી આપતી જેતપુર સીટી પોલીસની ટીમ

ગુમથનાર: મહમદ અશરફભાઇ ડેલા, રહે. જેતપુર, તા.જેતપુર, જી. રાજકોટ.

કામગીરી કરનાર ટીમ: PI વી.એમ.ડોડીયા, ASI રાજાભાઈ વકાતર, UHC રાણાભાઈ વકાતર, UHC ધવલભાઈ ગાજીપરા, PC જૈવીકભાઈ લીંબાણી, PC મચ્છાભાઈ ચીરોડીયા.