રાજકોટ: ગત તા. 04/08/2025ના રોજ ટેકનીકલ કર્મચારીઓના પ્રશ્નો માટે ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા પીજીવીસીએલના એમ.ડી. સાથે મીટીંગ યોજવામાં આવી હતી.
રાજુભાઇ ખત્રી, સેક્રેટરી જનરલ, જી.વી.ટી.કે.એમ. એ મીડિયાને આપેલ પ્રેસનોટ નીચે મુજબ છે.
જેમાં જીવીટીકેએમના હોદ્દેદારો તથા એમડી સાહેબ, મુખ્ય ઇજનેર મહેતા સાહેબ, એડી. જનરલ મેનેજર કટારા સાહેબ, ડેપ્યુટી જનરલ મેનેજર જેઠવાણી સાહેબ હાજર રહેલ હતા.
મીટીંગમાં કરેલ ચર્ચા આ મુજબ હતી:
ટેકનીકલ કર્મચારીઓને નિયત સમયમર્યાદામાં સલામતી નાં સાઘનો આપવામાં આવશે.
દરેક ક્રોસિંગ રીમુવ કરવામાં પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે. તથાં ડબલ ફીડરોના લોકેશન દુર કરવામાં આવશે.
ટેકનીકલ કર્મચારીઓની ખાલી પડેલી જગ્યાઓ ભરવા કાર્યવાહી કરવામાં આવશે.
પરીપત્ર નં. ૬૩૮ મુજબ જુનિયર ઇજનેરના પ્રમોશન ટુંક સમયમાં કાઢવામાં આવશે.
નવા યુનિફોર્મ કર્મચારીઓને વહેલીતકે મળી રહે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે.
દરેક કર્મચારીઓને ન્યાય મળે તે રીતે ઓર્ડર કાઢવામાં આવશે.*
FRT નો કોન્ટ્રાક્ટમાં કોઈ કર્મચારીઓને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. (જીવીટીકેએમ ને આ પ્રશ્ર્ન માટે જરૂર પડ્યે ખાનગીકરણ બંધ રાખવા માટે સૌને સાથ આપવા વિનંતી)
ભુજના રવાપર સબડીવીઝનમાં એક જ દિવસમાં બે અકસ્માત બનેલ તેને ગંભીરતાથી લઇને તમામ તપાસ કરીને અઘિકારીઓ જો દોષી હશે તો તેનાં વિરુદ્ધ પણ પગલાં લેવાશે.
આ મીટીંગ માં જીવીટીકેએમના સેક્રેટરી જનરલ રાજુભાઇ ખત્રી, પ્રમૂખ એચ. એસ. પરમાર, હરદેવસિંહ રાયજાદા, પી.પી. વ્યાસભાઇ, મયુરભાઈ જનાલી, મહેતાભાઇ, ચેતરીયાભાઇ, ઠુમ્મરભાઇ, ડાભી ભાઇ, ફિરોજભાઇ વગેરે હાજર રહેલ હતાં.
એમડીએ પોતાનો લાંબો સમય ટેકનીકલ કર્મચારીઓનાં પ્રશ્ર્નો માટે ફાળવીને તમામ પ્રશ્ર્ને હકારાત્મક અભિગમ રાખીને દરેક વડાઓને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સુચના આપેલ તે બદલ તમામ ટેકનીકલ કર્મચારીઓ વતી સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ. - રાજુભાઇ ખત્રી, સેક્રેટરી જનરલ, જી.વી.ટી.કે.એમ.
