કામદારો વિરોધી બિલ પરત લો: બસપા રાજકોટ

રાજકોટ: આજરોજ તા. 16.09.'25 ના રોજ બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રમીક કાનૂન સુધારા વિધેયકના વિરોધમાં રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મહિલાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ હતા અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત હતા.
બહુજન સમાજ પાર્ટી રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં નીચે મુજબ માંગ કરવામાં આવેલ હતી.
તાજેતરમાં વિધાનસભાના ચાલુ સત્રમા શ્રમ વિભાગના મંત્રીશ્રી દ્વારા શ્રમીક કાનૂન સુધારા વિધેયક લાવી રહ્યા છે તે બહુજન સમાજ અને સર્વ વર્ગ ની મહિલાઓના હિત, કામદારોના હિત,સ્વાસ્થ્ય અને સુરક્ષા વિરોધી છે.
ખાસ કરીને વિધેયક સુધારા પ્રમાણે ફેક્ટરી માં કામ કરતા શ્રમિકો ના કામનો સમય 12 કલાક અને દુકાનો અને સંસ્થાઓમાં કામનો સમય 10 કલાક રાખવામાં આવશે સાથે-સાથે શ્રમીક મહિલાઓ પોતાની સ્વેચ્છાએ રાત પાળી પર કામ કરી શકે,
એવી જોગવાઈથી શ્રમીક મહિલાઓ, પરિવાર અને બાળકો સાથે દિવસ દરમિયાન રહી શકે એવી દલીલ વાહિયાત છે. કારણ કે દિવસે પણ મહિલા શ્રમીકોને ઘરનું કામ તો કરવુ જ પડે છે. 

મહિલા સ્વાસ્થ અને સુરક્ષા ખાતર રાત્રે ફેક્ટરી અને દુકાનો અને સંસ્થાઓ પર કામ કરવાની છૂટ અગાઉ નો મજૂર કાયદો આપતો ન હતો,
પણ આ સુધારાથી સ્વેચ્છાએ રાત પાળી પર કામ કરવાની છૂટ મહિલા શ્રમીકો ને આપવાથી મહિલા શ્રમીકોની સલામતી ની કોઈ ખાતરી રહેતી નથી.

એટલે સમગ્ર મહિલા શ્રમીકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને કલ્યાણ ખાતર આ જોગવાઈઓનો બહુજન સમાજ પાર્ટી રાજકોટ જિલ્લા સખત વિરોધ કરે છે. અને અમે બહુજન સમાજ પાર્ટી વતી તમામ કામદારોના સમર્થનમાં એમના હિત માટે આ વિધેયકને નામંજૂર કરવા,
અને સાથે સાથે શ્રમિકોને ન્યૂનતમ વેતનમાં વધારો કરીને વેતન આપવામાં અને સાથે સાથે તેની ચુસ્તપણે જવાબદારી પૂર્વક અમલવારી કરવામાં આવે એ માટે અપીલ કરીએ છીએ.