સરકાર ખેડૂત દીઠ ત્રણસો મણથી વધુ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે: કોંગ્રેસ જેતપુર

જેતપુર (રાજકોટ): સરકાર ખેડૂત દીઠ ત્રણસો મણથી વધુ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે, તેવી માગ સાથે જેતપુર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા જેમાં જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ડોબરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, સરકાર દવારા વર્ષ-2025 માં ખેડુતોની મગફળી ટેકાનાભાવે ખરીદી કરવાનું જણાવેલ હોય, 
સદર મગળફીની ખરીદી ઓછામાં ઓછી ખેડુત દીઠ 300 મણ અને તેથી પણ વધુ મગફળીની ખરીદી કરવા તથા અન્ય પાક જેવા કે સોયાબીન, 
તુવેર, કપાસ તથા અન્ય બીજા પાકની ખરીદી ટેકાના ભાવેથી કરવામાં આવે તો ખેડુતોની આવકમાં વધારો થાય અને ખેડુતને પોષણક્ષમ ભાવો મળી રહે. 
અને ખેડુત પોતાનુ આખુ વર્ષ સહેલાઈથી ચલાવી શકે, તેમજ ખેડુતો સરકારના ટેકાના ભાવના લાભથી વંચિત રહી ન જાય અને વહેલી તકે તેઓને ટેકાના ભાવનો લાભ મળી રહે તેથી તાત્કાલીક ધોરણે યોગ્ય કરવા માંગણી છે.