BSF ગુજરાતએ બોર્ડર આઉટ પોસ્ટ પર દિવાળીના તહેવારની ઉજવણી કરી

BSF ગુજરાતએ સોશિયલ મીડિયા સાઇટ X પર માહિતી શેયર કરતા જણાવ્યું હતું કે,
 દિવાળીના શુભ અવસર પર, BSF ગુજરાતે ક્રીક વિસ્તારની સૌથી દૂરસ્થ ચોકીઓ સહિત તમામ બોર્ડર આઉટ પોસ્ટ (BOP) પર ખૂબ જ ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરી હતી.
વરિષ્ઠ અધિકારીઓએ જવાનો સાથે તહેવારની ઉજવણી કરવા માટે વિવિધ BOP ની મુલાકાત લીધી હતી, જેનાથી સરહદો પર ઉત્સવનો આનંદ છવાઈ ગયો હતો.
પોતાના પરિવારોથી દૂર હોવા છતાં, આપણા બહાદુર સીમા પ્રહારીઓએ તેજસ્વી ભાવના અને દેશભક્તિના ઉત્સાહ સાથે આ દિવાળીના શુભ અવસરના તહેવારને ઉજવ્યો હતો.