Unsung_Heroes _Of _Ambedkarism અડીખમ_આંબેડકરવાદી_જેઠાલાલ જાદવ
દલિત પેંથરના નેતા જેઠાલાલ જાદવની સ્મૃતિ સભા
1981માં અનામતવિરોધી આંદોલન વખતે દલિત પેંથરના બે દિગ્ગજ નેતાઓ એવા હતા કે જેમના તેજાબી વક્તવ્યોએ ચારેબાજુ આગ ફેલાવી દીધેલી અને તેમને ચુપ કરી દેવા તત્કાલીન કોંગ્રેસ સરકારે જેલમાં પૂરી દેવા પડેલા.
એમાંના એક એટલે નારણ વોરા અને બીજા જેઠાલાલ જાદવ. નારણ વોરા મિલ કામદાર અને જેઠાલાલ જાદવ ઇન્કમટેક્સ ખાતાના કર્મચારી. વોરાસાહેબને બે મહિના કારાવાસ મળેલો અને જેઠાલાલ જાદવને પૂરા એકવીસ દિવસ. સમાજ માટે સરકારી નોકરીની ઐસી કી તૈસી કરનાર નેતા એટલે જેઠાલાલ જાદવ.
![]() |
| જેઠાલાલ જાદવ |
જેલમાં જેઠાદાદાની સાથે બોલીવુડના મહાનાયક દિલિપકુમારના એક મિત્ર પણ હતા. દિલિપકુમારને જ્યારે ખબર પડી કે દલિત પેંથરના નેતા પણ જેલમાં છે, ત્યારે એમણે એમના મિત્રની સાથે જેઠાદાદા માટે પણ લંચ અને ડીનર બંને સમયના ભોજનની વ્યવસ્થા કરેલી અને રોજ બંનેને સમયસર ભોજન પહોંચી જતું હતું.
આવા આપણા ઝુઝારુ નેતાને અંજલી આપવા એક નાનકડો કાર્યક્રમ તા. 22 ડીસેમ્બર, 2019 રવિવારના રોજ સાજે સાત કલાકે પ્રીતમપુરા, બળીયા લીમડી ચાર રસ્તા, અસારવામાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં જેઠાલાલ જાદવના સાથીદાર પેંથરના બીજા દિગ્ગજ નેતા વાલજીભાઈ પટેલના હસ્તે દિવંગત નેતાના આપ્તજનોનું અભિવાદન થશે. આંબેડકરવાદી યુવા મિત્રોને આ કાર્યક્રમમાં પધારવા ખાસ નિમંત્રણ. વીતેલા સમયના વીસરાયેલા વીરલા, ભૂલાયેલા ભડવીરની યાદ ફરી તાજી કરવા આવો.
લેખક : રાજુ સોલંકી, અમદાવાદ

