2016માં લખનૌમાં બસપાની રેલીમાં થયેલી ભાગદોડમાં બે સ્ત્રીઓના મૃત્યુ થયેલા અને બારને ગંભીર ઇજાઓ થયેલી.
આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બનેલી. બસપાના એક કાર્યકરને કોઈ પત્રકારે પૂછેલું કે તમને આવી રેલીમાં જતાં બીક નથી લાગતી? કાર્યકરે કહેલું કે હમ વૈસે ભી મર ચૂકે હૈ. બસપા કી રેલી મેં મર જાયેંગે તો ક્યા ફર્ક પડેગા?
ઉત્તર પ્રદેશમાં બસપાના કાર્યકરોની આ માનસિકતા હતી અને આજે પણ છે.
ગુજરાતમાં જ્યારે જ્યારે અત્યાચાર થાય ત્યારે દલિતોને કોંગ્રેસ યાદ આવે છે. જેમ કોઈ પુખ્ત વ્યક્તિને બાળપણમાં પોતાની માતાને ધાવતા સંસ્મરણો તાજા થાય એમ.
ગુજરાતમાં દલિતો કોંગ્રેસને ભૂલી શકતા નથી. 2016માં જ્યારે ઇતિહાસનો સૌથી ભયાનક વિઝ્યુઅલ અત્યાચાર થયો ત્યારે પણ દલિતો એમની માતા કોંગ્રેસના ખોળામાં જઇને જ જંપ્યા. અને આ એક્ટિવિટીને તેમણે ક્રાતિકારી, રેડિકલ, સેક્યુલર કેવા કેવા લેબલ આપ્યા. ધન્ય છે તમારી કોંગ્રેસ માતૃભક્તિને.
આવી હાલતમાં કાંશીરામજીએ કહેલા પેલા ઐતિહાસિક વાક્યને દોહરાવજો કે ગુજરાત ઔર મહારાષ્ટ્ર પૈસેવાલે સ્ટેટ હૈ, યહાં મુવમેન્ટ જ્યાદા મજબૂત હોની ચાહિએ.
ગુજરાતમાં સમગ્ર દેશના બહુજન આંદોલનકારીઓ આવે છે. ગુજરાત એમને ખોબે ને ખોબે પૈસા આપે છે. ગુજરાત ક્યારેય એના ઘરના આંદોલનકારીઓને પૈસા આપતું નથી. ઘરના આંદોલનકારીઓ ભૂખે મરે છે અને પછી તેઓ સીધા કોંગ્રેસીઓ પાસે નથી જતા, છદ્મવેશમાં આવતા ક્રાંતિકારી કોંગ્રેસીઓના પાથરણા ઉંચકવા જાય છે.
ઉત્તર પ્રદેશમાં પાર્ટીને સત્તા પર લાવવા માટે મરવાની તૈયારી છે. ગુજરાતમાં પારકાની લાશો પર પણ તમારે કોંગ્રેસની રાજનીતિ કરવાની છે.
આશા રાખીએ કે હવે પરિસ્થિતિ બદલાશે.
Writer: Raju Solanki, Ahmedabad
https://www.facebook.com/raju.solanki.96
Writer: Raju Solanki, Ahmedabad
https://www.facebook.com/raju.solanki.96

